HomeNationalMagh Mela 2026: સંગમ તટે હર હર ગંગે, માઘ મેળાનો ભવ્ય આરંભ

Magh Mela 2026: સંગમ તટે હર હર ગંગે, માઘ મેળાનો ભવ્ય આરંભ

પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે પ્રયાગરાજના સંગમ તટે Magh Mela 2026 નો ભવ્ય આરંભ થયો. કડકડતી ઠંડીમાં લાખો ભક્તોએ “હર હર ગંગે”ના નાદ સાથે પવિત્ર ડૂબકી લગાવી.

Magh Mela 2026: હર હર ગંગે… શ્રદ્ધા અને આસ્થાના નાદથી સંગમ તટ ગુંજી ઉઠ્યો. પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે પ્રયાગરાજમાં માઘ મેળાનો ભવ્ય આરંભ થયો છે. કડકડતી ઠંડીને પડકારતાં વહેલી સવારથી જ ભક્તો સંગમ તરફ ઉમટી પડ્યા, જ્યાં દરેક ઘાટે “હર હર ગંગે”ના નારાઓએ આધ્યાત્મિક માહોલ રચી દીધો.

Magh Mela 2026

પોષ પૂર્ણિમાના શુભ અવસરે 3 જાન્યુઆરી 2026ના રોજ બ્રહ્મમુહૂર્તથી જ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ સહિત વિવિધ ઘાટો પર પવિત્ર ડૂબકી લગાવવાનું શરૂ કર્યું. ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર સ્નાન, ધ્યાન અને પૂજન-અર્ચન માટે કલ્પવાસીઓ અને યાત્રાળુઓની લાંબી કતારો જોવા મળી, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય ઊર્જાથી છલકાઈ ઉઠ્યો.

જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ સવારના 6 વાગ્યા સુધીમાં જ આશરે 3 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન પૂર્ણ કર્યું હતું. દિવસભર આ પ્રવાહ સતત વધતો રહેવાની શક્યતા છે. શ્રદ્ધાળુઓની સલામતી અને વ્યવસ્થાપન માટે મેળા વિસ્તારમાં કડક સુરક્ષા ગોઠવણો કરવામાં આવી છે અને હજારો પોલીસ કર્મચારીઓ તૈનાત છે, જેથી સ્નાન ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.

આ પણ ખાસ વાંચો:

આ ઐતિહાસિક માઘ મેળો કુલ 44 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન 12 થી 15 કરોડ જેટલા ભક્તો અને પ્રવાસીઓ પ્રયાગરાજની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે, જ્યારે લગભગ 20 લાખ કલ્પવાસીઓ 3 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી સંગમ કિનારે કલ્પવાસ કરશે. પોષ પૂર્ણિમાના પ્રથમ સ્નાન સાથે શરૂ થયેલો આ મેળો આગામી દિવસોમાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો મહાસંગમ બની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular