Padma Awards 2026: પદ્મ પુરસ્કાર 2026 જાહેર, ગુજરાતની ત્રણ હસ્તીઓને પદ્મશ્રીથી સન્માન

Padma Awards 2026 ની જાહેરાત કરવામાં આવી છે જેમાં લોકકલા અને સમાજસેવામાં મહત્વપૂર્ણ યોગદાન બદલ ગુજરાતની ત્રણ હસ્તીઓને પદ્મશ્રી સન્માન આપવામાં આવશે.

પદ્મ પુરસ્કાર 2026 જાહેર: ગુજરાતની 3 હસ્તીઓને ‘પદ્મશ્રી’, લોકકલા અને સમાજસેવા બદલ સન્માન

કેન્દ્ર સરકારે Padma Awards 2026 માટેના વિજેતાઓની યાદી જાહેર કરી છે. દર વર્ષની જેમ આ જાહેરાત પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી છે. આ વર્ષે કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, આરોગ્ય અને જનકલ્યાણ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર દેશભરના અનેક મહાનુભાવોને પદ્મ સન્માનથી નવાજવામાં આવ્યા છે. તેમાં ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે રાજ્યની ત્રણ પ્રતિભાશાળી હસ્તીઓને ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત થવાનો છે.

Padma Awards 2026

ક્રમાંકનામ
1અંકે ગૌડા
2આર્મિડા ફર્નાન્ડિસ
3ભગવાન દાસ રાયકવાર
4ભિકલ્યા લાડક્યા ઢિંડા
5બ્રિજલાલ ભટ્ટ
6બુધરી તાતી
7ચરણ હેમ્બ્રમ
8ચિરંજી લાલ યાદવ
9ધાર્મિક લાલ ચુન્ની લાલ પાંડ્યા
10ગફરુદ્દીન મેવાતી જોગી
11હેલી વાર
12ઈન્દરજીત સિંહ સિદ્ધુ
13કે. પાજનિવેલ
14કૈલાશ ચંદ્ર પંત
15ખેમ રાજ સુંદ્રિયાલ
16કોલ્લક્કાયિલ દેવકી અમ્મા
17જી. કુમારસ્વામી થંગરાજ
18મહેન્દ્ર કુમાર મિશ્રા
19મીર હાજીભાઈ કાસમભાઈ
20મોહન નગર
21નરેશ ચંદ્ર દેવ વર્મા
22નિલેશ વિનોદચંદ્ર મંડલેવાલા
23નુરુદ્દીન અહમદ
24ઓથુવાર તિરુથાની સ્વામીનાથન
25પદ્મા ગુરમેટ
26પોખિલા લેકથેપી
27પુણ્યમૂર્તિ નટેસન
28આર. કૃષ્ણન
29રઘુપત સિંહ
30રઘુવીર તુકારામ ખેડકર
31રાજસ્થાપતિ કાલિઅપ્પા ગૌંડર
32રામા રેડ્ડી મામિડી
33રામચંદ્ર ગોડબોલે & સુનીતા ગોડબોલે
34એસ. જી. સુશીલા અમ્મા
35સાંગ્યુસાંગ એસ. પોંગેનર
36શફી શૌક
37શ્રીરંગ દેવબા લાડ
38શ્યામ સુંદર
39સિમાંચલ પાત્રો
40સુરેશ હનગાવડી
41તગા રામ ભીલ
42તેચી ગુબિન
43તિરુવારૂર ભક્તવત્સલમ
44વિશ્વ બંધુ
45યુમનામ જાત્રા સિંહ

ગુજરાતના ત્રણ નામ પદ્મ સન્માનની યાદીમાં

ગુજરાતમાંથી પસંદ થયેલા નામોમાં લોકકલા અને સમાજસેવા બંને ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

જૂનાગઢના મીર હાજી કાસમ, વડોદરાના ધાર્મિકલાલ પંડ્યા અને સુરતના નિલેશ માંડલેવાલાને તેમના ક્ષેત્રમાં અનન્ય યોગદાન બદલ ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ ખાસ વાંચો:

મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે પદ્મશ્રી

જૂનાગઢના મીર હાજીભાઈ કાસમભાઈ ને લોકકલા ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી એનાયત થશે. લોકો તેમને પ્રેમથી ‘હાજી રમકડું’ તરીકે ઓળખે છે. ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેમની આગવી ઢોલકવાદનની શૈલી ખૂબ પ્રસિદ્ધ છે. વર્ષોથી લોકસંસ્કૃતિને જીવંત રાખતા મીર હાજીભાઈએ 3,000થી વધુ કાર્યક્રમોમાં ઢોલક વગાડીને લોકકલા પ્રત્યેનો પ્રેમ દેશભરમાં ફેલાવ્યો છે, જ્યારે 1,000થી વધુ સ્ટેજ કાર્યક્રમો દ્વારા તેમણે પોતાની કળાને નવી ઊંચાઈ આપી છે.

નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સમાજસેવા બદલ પદ્મશ્રી

સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા ને સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય બદલ પદ્મશ્રી આપવામાં આવશે. તેઓ ગુજરાતમાં અંગદાન ચળવળના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ‘ડોનેટ લાઈફ’ સંસ્થાના સ્થાપક છે. પિતાની ગંભીર કિડની બિમારી બાદ પોતાના જીવનના અનુભવને સેવા કાર્યમાં ફેરવીને તેમણે 2006થી અંગદાન અંગે જાગૃતિ અભિયાન શરૂ કર્યું. આજે તેમના પ્રયાસોથી કિડની ઉપરાંત યકૃત, હૃદય, ફેફસા સહિત વિવિધ અંગો અને ટીસ્યુનું દાન શક્ય બન્યું છે. અત્યાર સુધીમાં 1,300થી વધુ અંગો અને ટીસ્યુનું દાન કરાવવામાં તેમની સંસ્થાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.

ધાર્મિકલાલ ચુનીનાલ પંડ્યા (આખ્યાન – માણભટ્ટ પરંપરા): પદ્મશ્રી

વડોદરાના પ્રખ્યાત લોકકલાકાર ધાર્મિકલાલ ચુનીનાલ પંડ્યાને આખ્યાન અને માણભટ્ટ પરંપરામાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. 11 ઑગસ્ટ 1932ના રોજ વડોદરામાં જન્મેલા ધાર્મિકલાલ પંડ્યાએ પોતાના જીવનકાળ દરમિયાન 3,000થી વધુ આખ્યાન કાર્યક્રમો પ્રસ્તુત કરીને ગુજરાતની લોકકથાની પરંપરાને નવી ઓળખ આપી છે.

તેમણે પોતાની કલા યાત્રાની શરૂઆત વડોદરાની પોળોમાં આખ્યાન કથાઓ રજૂ કરીને કરી હતી. બાદમાં વડોદરાના રેડિયો સ્ટેશન મારફતે તેઓ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બન્યા. વર્ષ 1951–52થી સતત આ વ્યવસાય સાથે સંકળાયેલા રહી તેમણે આખ્યાન અને માણભટ્ટની કળાનો દેશ અને વિદેશમાં વ્યાપક પ્રચાર-પ્રસાર કર્યો છે.

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સુધી તેમણે અનેક કાર્યક્રમો આપ્યા છે, જેમાં રાષ્ટ્રપતિ ભવન ખાતેના કાર્યક્રમો પણ સામેલ છે. આકાશવાણી અને દૂરદર્શન પર તેઓ લાંબા સમય સુધી નિયમિત રીતે પોતાની કલા રજૂ કરતા રહ્યા છે. લોકકવિ પ્રેમાનંદનાં અંદાજે 30થી 40 આખ્યાનો તેમને આજે પણ કંઠસ્થ છે, જે તેમની અસાધારણ સ્મૃતિશક્તિ અને સમર્પણ દર્શાવે છે.

દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી દ્વારા 1952થી શરૂ કરાયેલી પુરસ્કાર પરંપરામાં વર્ષ 1987માં તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, અને આ માન પ્રાપ્ત કરનાર ગુજરાતના તેઓ એકમાત્ર કલાકાર છે. પ્રેમાનંદની વિશિષ્ટ આખ્યાન પરંપરાને જીવંત રાખવાનો સંકલ્પ તેમણે આખા જીવન સુધી જાળવી રાખ્યો. વર્ષ 1981માં શારદાપીઠના શંકરાચાર્ય દ્વારા તેમને ‘કીર્તનકેસરી’ અને ‘માણકલા-કૌશલ’ જેવા બિરુદોથી પણ નવાજવામાં આવ્યા હતા.

પદ્મ પુરસ્કારનું મહત્વ

પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં સ્થાન ધરાવે છે. પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવાઓ માટે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશેષ સેવા માટે અને પદ્મશ્રી કોઈપણ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ આપવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, વિજ્ઞાન, શિક્ષણ, ચિકિત્સા, સાહિત્ય, રમતગમત અને સિવિલ સેવા જેવા અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર વ્યક્તિઓને આ સન્માન દ્વારા રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવે છે.

પદ્મ પુરસ્કાર 2026ની યાદીમાં ગુજરાતના આ ત્રણ નામો રાજ્યની સંસ્કૃતિ, સેવા અને સંવેદનશીલતાનું પ્રતીક બનીને ઊભા રહ્યા છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે.

Leave a Comment