ગાંધીનગર એપ્રેન્ટિસ ભરતી 2026: ગાંધીનગરમાં સરકારી મધ્યસ્થ મુદ્રણાલય દ્વારા એપ્રેન્ટિસશીપ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. Apprenticeship Act–1961 હેઠળ વિવિધ ટ્રેડમાં કુલ 38 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો માટે સરકારી ક્ષેત્રમાં તાલીમ મેળવવાની આ મહત્વપૂર્ણ તક છે.
એપ્રેન્ટિસ અધિનિયમ–૧૯૬૧ હેઠળ સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર ખાતે અપ્રેન્ટિસશીપ માટે ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત વિવિધ ટ્રેડમાં અપ્રેન્ટિસ તરીકે તાલીમ આપવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જાહેરાત મુજબ દરેક ટ્રેડ માટે ઉમેદવારની ઉંમર તા. ૩૧-૦૧-૨૦૨૬ના રોજ ૧૪ વર્ષથી ઓછી અને ૨૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ નહીં.
ગાંધીનગર એપ્રેન્ટિસ ભરતી 2026 પોસ્ટ માહિતી
| અનુ. નં. | ટ્રેડ નામ | કુલ જગ્યા |
|---|---|---|
| 1 | બુક બાઇન્ડર | 28 |
| 2 | ઑફસેટ મશીન માઇન્ડર | 10 |
Educational Qualification
| અનુ. નં. | ટ્રેડ નામ | શૈક્ષણિક લાયકાત |
|---|---|---|
| 1 | બુક બાઇન્ડર | ધોરણ–9 પાસ |
| 2 | ઑફસેટ મશીન માઇન્ડર | ધોરણ–10 પાસ (સાયન્સ વિષય સાથે) |
મહત્વપૂર્ણ નોંધ
- બુક બાઇન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ કરેલ ઉમેદવારોને ૧ વર્ષની છૂટ આપવામાં આવશે અને તેઓને આગળના વર્ષમાં પ્રવેશ મળશે.
- દરેક ઉમેદવારે Apprenticeship India Portal પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજિયાત દર્શાવવાનો રહેશે.
આ પણ ખાસ વાંચો:
- GSSSB રેખનકાર ભરતી 2026 | 52 Draughtsman વર્ગ-3 જગ્યા | OJAS Apply
- RBI Office Attendant ભરતી 2026: 572 ખાલી જગ્યા | 10 પાસ માટે અરજી શરૂ
અરજી પ્રક્રિયા
ઉમેદવારે જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક તેમજ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો સાથે પોતાની અરજી મોકલવાની રહેશે. અરજી તા. ૩૧-૦૧-૨૦૨૬ સુધીમાં નીચે આપેલ સરનામે પહોંચે તે રીતે કરવી જરૂરી છે.
શ્રેયાન વ્યવસ્થાપકશ્રી
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય,
ઘ-૭ સર્કલ નજીક,
સેક્ટર-૨૯,
ગાંધીનગર – ૩૮૨૦૨૯
રૂબરૂ મુલાકાત
રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.
તાલીમ અને સ્ટાઇપેન્ડ
તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટિસ અધિનિયમ–૧૯૬૧ મુજબ રહેશે.
તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવાર આપોઆપ છૂટા થયેલ ગણાશે.
Important Links
| વિગત | લિંક |
|---|---|
| Apprenticeship Registration Portal | apprenticeshipsindia.gov.in |
| Official Recruitment Notice | Read Here |
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર ખાતે એપ્રેન્ટિસશીપ દ્વારા અનુભવ મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ ભરતી એક મહત્વપૂર્ણ તક છે. લાયક ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવી અનિવાર્ય છે.
