HomeGujaratSmart Blue Harbor Model: ગુજરાત બનશે ભારતનું નંબર-1 વૈશ્વિક દરિયાઈ હબ!

Smart Blue Harbor Model: ગુજરાત બનશે ભારતનું નંબર-1 વૈશ્વિક દરિયાઈ હબ!

ગુજરાતમાં અમલમાં આવી રહેલા ‘સ્માર્ટ બ્લુ હાર્બર મોડલ’ (Smart Blue Harbor Model)થી દરિયાઈ ઉદ્યોગ, માછીમારી, નિકાસ અને બ્લુ ઇકોનોમીને મળશે જબરદસ્ત ગતિ. જાણો કેવી રીતે ગુજરાત બનશે વૈશ્વિક મેરિટાઇમ હબ.

આજના આધુનિક સમયમાં માછીમારી બંદરો હવે માત્ર નૌકાઓના આવાગમન માટેના કેન્દ્ર નથી રહ્યા. હવે આ બંદરો દરિયાઈ આધારીત રોજગાર, માછલીની નિકાસ, સ્થાનિક સમુદાયોની સમૃદ્ધિ અને રાજ્યની બ્લુ ઈકોનોમીને મજબૂત બનાવવાના શક્તિશાળી કેન્દ્ર બની ગયા છે.

Smart Blue Harbor Model

ગુજરાત રાજ્ય સ્માર્ટ, ટકાઉ અને સમાવેશી “બ્લુ હાર્બર” મોડલના વિકાસમાં સમગ્ર દેશને માર્ગદર્શન આપી રહ્યું છે. આ પહેલથી એક તરફ રાષ્ટ્રીય ખોરાક સુરક્ષા મજબૂત બનશે અને બીજી તરફ વૈશ્વિક સીફૂડ બજારમાં ભારતનું નેતૃત્વ વધુ પ્રભાવશાળી બનશે.

દરિયાકાંઠા આધારિત વિકાસને નવી દિશા આપવા માટે ભારત સરકારે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક પગલું ભર્યું છે. મત્સ્યઉદ્યોગ વિભાગ (DoF), મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય (MoFAHD) તેમજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની FAO વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી થકી એક વિશેષ ટેકનિકલ સહકાર કાર્યક્રમ (TCP) શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચો:

આ કાર્યક્રમ હેઠળ ગુજરાતના જખૌ, દીવના વણકબારા અને પુડુચેરીના કરાઈકલ ખાતે વિશ્વસ્તરીય બ્લુ હાર્બર્સના પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. આ મોડલ આગળ જતાં સમગ્ર દેશમાં સ્માર્ટ, ટકાઉ અને ભવિષ્યમુખી મત્સ્યઉદ્યોગ વિકાસ માટે માર્ગદર્શક બનશે.

સ્માર્ટ બ્લુ હાર્બર મોડલ

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ કુલ ₹452.32 કરોડના રોકાણ સાથે ભારત સરકારે સ્માર્ટ અને સંકલિત માછીમારી માળખાના વિકાસને ઝડપી ગતિ આપી છે. આ રોકાણથી બંદરોની ક્ષમતા, ટેક્નોલોજી આધારિત સુવિધાઓ તથા લોજિસ્ટિક્સ સિસ્ટમને આધુનિક બનાવવામાં આવી રહી છે.

ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠે કચ્છ જિલ્લામાં સ્થિત જખૌ બંદર રાજ્યના સૌથી મહત્વપૂર્ણ માછીમારી કેન્દ્રોમાંનું એક છે જેનું સંચાલન મત્સ્યઉદ્યોગ કમિશનર (COF) દ્વારા કરવામાં આવે છે. અહીં માછલી ઉતારવાની વ્યવસ્થા, બોટ મરામત સુવિધાઓ, કોલ્ડ સ્ટોરેજ, સંગ્રહ પ્રણાલીઓ અને અદ્યતન જેટી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. “બ્લુ રિવોલ્યુશન” પહેલ હેઠળ જખૌ બંદરના આધુનિકીકરણથી દરિયાઈ કાર્યક્ષમતા વધી રહી છે અને ગુજરાતના બ્લુ ડેવલોપમેન્ટ વિઝનને નવી મજબૂતી મળી રહી છે.

ગુજરાતની દરિયાકાંઠા શક્તિ અને દરિયાઈ ઉદ્યોગોને વૈશ્વિક મંચ પર પ્રસ્તુત કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) મહત્વની ભૂમિકા ભજવશે. તેની આગામી આવૃત્તિ જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયામાં રાજકોટમાં યોજાવાની છે, જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારની દરિયાકાંઠા સંભાવનાઓ તથા માછીમારી આધારિત ઉદ્યોગો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પરિષદમાં નીતિનિર્માતા, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ટેક્નોલોજી નિષ્ણાતો અને મુખ્ય હિસ્સેદારોએ એક મંચ પર એકત્ર થશે. અહીં દરિયાઈ અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં ઊભરતી AI આધારિત ટેક્નોલોજી, 5G આધારિત મોનિટરિંગ સિસ્ટમ, સસ્ટેનેબલ ફિશિંગ પદ્ધતિઓ, વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને નવા રોકાણના અવસરો પર વ્યાપક ચર્ચા કરવામાં આવશે. સાથે જ, ભારતની બ્લુ ઈકોનોમીને આગળ ધપાવવામાં ગુજરાતની આગેવાન ભૂમિકાને પણ વિશેષ રૂપે રેખાંકિત કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular