MCX Gold Silver Margin Hike: સોનાં-ચાંદીના ટ્રેડરો માટે ઝટકો, હવે પોઝિશન લેવી વધુ મોંઘી

MCX Gold Silver Margin Hike બાદ સોનાં અને ચાંદીના ટ્રેડિંગમાં ખર્ચ વધ્યો છે. MCXએ ગોલ્ડ અને સિલ્વર કોન્ટ્રાક્ટ પર માર્જિન વધારતા હવે ટ્રેડરોને વધુ મૂડી બ્લોક કરવી પડશે — જાણો નવા માર્જિન રેટ, લોટ સાઈઝ અને ટ્રેડ પર અસર.

સોનાં અને ચાંદીમાં ટ્રેડિંગ કરનારા માટે મોટો અપડેટ આવ્યો છે. Multi Commodity Exchange of India (MCX) એ ગોલ્ડ અને સિલ્વર કોન્ટ્રાક્ટ પર માર્જિન વધારવાનો નિર્ણય લીધો છે, એટલે હવે એ જ પોઝિશન રાખવા માટે ટ્રેડરોને પહેલાં કરતાં વધુ પૈસા બ્લોક કરવા પડશે. વધારાનું માર્જિન લાગુ થતા ફ્યુચર્સ માર્કેટમાં લેવરેજ થોડું કડક બન્યું છે, જેનો સીધો અસર નાના અને ઇન્ટ્રાડે ટ્રેડરો પર જોવા મળી શકે છે. આ બદલાવ વિશેનો પરિપત્ર MCX Clearing Corporation Limited દ્વારા જાહેર થયો હતો.

MCX Gold Silver Margin Hike

કોમોડિટી5 ફેબ્રુઆરી 2026થી વધારાનું માર્જીન6 ફેબ્રુઆરી 2026થી કુલ વધારાનું માર્જીન
ગોલ્ડ (તમામ વેરાયટી)1.00%3.00%
સિલ્વર (તમામ વેરાયટી)4.50%7.00%

5 ફેબ્રુઆરી 2026થી ચાંદી પર 4.5% અને સોનાં પર 1% વધારાનું માર્જિન લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ બીજા જ દિવસે, 6 ફેબ્રુઆરી 2026થી કુલ વધારાનું માર્જિન ચાંદીમાં 7% અને સોનામાં 3% સુધી પહોંચી ગયું. આનો સીધો અર્થ એ છે કે ટ્રેડર હવે સમાન લોટ સાઈઝ માટે વધુ કેપિટલ રોકશે, એટલે ટ્રેડિંગ કોસ્ટ અસરકારક રીતે વધી ગઈ છે.

આ પણ ખાસ વાંચો:

સોનાના લોટ સાઈઝ તરફ નજર કરીએ તો MCX પર ગોલ્ડના પાંચ અલગ પ્રકારના કોન્ટ્રાક્ટ ચાલે છે — GOLD (1 કિલો), GOLDM (100 ગ્રામ), GOLDTEN (10 ગ્રામ), GOLDGUINEA (8 ગ્રામ) અને GOLDPETAL (1 ગ્રામ). મોટા લોટમાં ટ્રેડ કરનારાઓ માટે માર્જિન વધારાનો અસર વધુ દેખાશે, જ્યારે નાના લોટમાં ટ્રેડ કરનારાઓ માટે ટકાવારી સમાન હોવા છતાં રકમ પ્રમાણમાં ઓછી રહેશે.

તારીખ (BOD થી લાગુ)વધારાનું માર્જીન %એક્સ્ટ્રા માર્જીનની રકમ (₹)અર્થઃ 1 લૉટ મોંઘા હોવાની રકમ
5 ફેબ્રુઆરી 20264.50%3,36,791રૂપિયા 3.37 લાખ વધારાના જમા કરવા પડશે
6 ફેબ્રુઆરી 20267.0% (કુલ)5,23,898રૂપિયા 5.24 લાખ વધારાના જમા કરવા પડશે

ચાંદીમાં ત્રણ મુખ્ય લોટ છે — SILVER (30 કિલો), SILVERM (5 કિલો) અને SILVERMIC (1 કિલો). ઉદાહરણ તરીકે, જો કોઈ ટ્રેડર 30 કિલો SILVERનો એક લોટ લે છે અને દર પ્રતિ કિલો અંદાજે ₹2,49,475 હોય, તો કોન્ટ્રાક્ટ વેલ્યુ ખુબ મોટી બને છે. વધારેલા માર્જિન પછી માત્ર એક લોટ રાખવા માટે જ આશરે ₹5 લાખથી વધુ રકમ બ્લોક થવાની શક્યતા રહે છે. એટલે ઓછા મૂડીથી મોટી પોઝિશન લેવાની સુવિધા હવે થોડી મર્યાદિત થઈ ગઈ છે.

મોટા ભાવ ઉછાળા કે ગ્લોબલ વોલેટિલિટી વખતે એક્સચેન્જો સામાન્ય રીતે રિસ્ક કંટ્રોલ માટે માર્જિન વધારે છે. એટલે આ પગલું માર્કેટને ઠંડુ કરવા અને અતિશય સટ્ટાબાજી ઘટાડવા માટે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ટ્રેડરો માટે હવે રિસ્ક મેનેજમેન્ટ, સ્ટોપલોસ અને કેપિટલ પ્લાનિંગ પહેલાં કરતાં વધુ મહત્વનું બન્યું છે — કારણ કે નાની ભૂલ પણ વધુ ફંડ બ્લોક થવાથી ભારે પડી શકે છે.

Leave a Comment