HomeTechnology10-12ની માર્કશીટ ખોવાઈ ગઈ? ચિંતા નહીં! GSEB SSC HSC Duplicate Marksheet માટે...

10-12ની માર્કશીટ ખોવાઈ ગઈ? ચિંતા નહીં! GSEB SSC HSC Duplicate Marksheet માટે શરૂ થઈ ઓનલાઈન સેવા

10-12ની માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો ચિંતા ન કરો. GSEB SSC HSC Duplicate Marksheet માટે હવે ઓનલાઈન અરજી કરો. ફી, સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા અને અધિકૃત વેબસાઇટની સંપૂર્ણ માહિતી અહીં જાણો.

જો તમારી ધોરણ 10 કે 12ની માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો હવે ગભરાવાની જરૂર નથી. GSEB દ્વારા SSC HSC Duplicate Marksheet મેળવવાની પ્રક્રિયા હવે સંપૂર્ણ રીતે ઓનલાઇન કરી દેવામાં આવી છે.

GSEB SSC HSC Duplicate Marksheet Online Apply: હવે ખોવાયેલી માર્કશીટ મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન

વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમારી ધોરણ 10 (SSC) અથવા ધોરણ 12 (HSC) ની માર્કશીટ ખોવાઈ ગઈ હોય, ચોરી થઈ ગઈ હોય અથવા ખરાબ થઈ ગઈ હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી.

Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) દ્વારા Duplicate Marksheet મેળવવાની પ્રક્રિયા હવે સંપૂર્ણ રીતે ઓનલાઇન કરી દેવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને ઓફિસોના ચક્કર ન લગાવવા પડે.

ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ આ પ્રક્રિયા વિશે જાણકારીના અભાવે પરેશાન થાય છે. આ લેખમાં અમે તમને SSC અને HSC Duplicate Marksheet મેળવવાની સંપૂર્ણ, સાચી અને અધિકૃત પ્રક્રિયા વિગતવાર સમજાવી રહ્યા છીએ.

⚠️ મહત્વપૂર્ણ ચેતવણી

સોશિયલ મીડિયા અને કેટલાક વેબપેજ પર gsebeservice.org નામની વેબસાઇટનો ઉલ્લેખ થાય છે, પરંતુ આ વેબસાઇટ અસ્તિત્વમાં નથી.
GSEB દ્વારા માન્ય અને સત્તાવાર વેબસાઇટ છે:

👉 gsebeservice.com

વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર આ અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરે.

આ પણ ખાસ વાંચો:

GSEB SSC & HSC Duplicate Marksheet Online Apply – Step-by-Step Process

  • Duplicate Marksheet માટે અરજી કરવાની સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા નીચે મુજબ છે:
  • સૌપ્રથમ gsebeservice.com વેબસાઇટ પર જાઓ.
  • હોમપેજ પર દેખાતું “Register Now” વિકલ્પ પસંદ કરો.
  • રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જેમાં નામ, મોબાઇલ નંબર, ઇમેલ ID અને અન્ય જરૂરી વિગતો ભરો.
  • બધી માહિતી ચકાસ્યા બાદ Register બટન પર ક્લિક કરો.
  • તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
  • OTP verify થયા પછી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.
  • હવે Login કરો (Email/Mobile અને Password દાખલ કરીને).
  • Login બાદ SSC (10th) અથવા HSC (12th) – જે માર્કશીટ જોઈએ તે પસંદ કરો.
  • સ્ક્રીન પર દેખાતી સૂચનાઓ ધ્યાનથી વાંચી Continue / Submit કરો.
  • Duplicate Marksheet Application Form ખુલશે, જેમાં તમામ માહિતી સાચી રીતે ભરો.
  • અરજી સબમિટ કર્યા બાદ નક્કી કરેલી ફી ઓનલાઈન ચૂકવો.
  • અરજી સફળ થયા પછી મળતું Acknowledgement / Reference Number સાચવી રાખો.

Duplicate Marksheet માટે ફી કેટલી છે?

  • Duplicate Marksheet Fee: ₹50
  • Migration Certificate Fee: ₹100
  • Samkshata Pramanpatra Fee: ₹200
  • Speed Post Charges: ₹50

GSEB SSC (10th) Duplicate Marksheet Process – Offline Information

જો કોઈ કારણસર ઓનલાઈન પ્રક્રિયા શક્ય ન હોય, તો ધોરણ 10 માટે નીચે મુજબ પ્રક્રિયા અપનાવી શકાય છે:

  • વિદ્યાર્થીએ પોતાની પાસે ઉપલબ્ધ તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ કૉપી તૈયાર કરવી
  • જે સ્કૂલમાંથી ધોરણ 10 પાસ કર્યું હોય ત્યાં જઈ Principalને અરજી આપવી
  • સ્કૂલ દ્વારા આપવામાં આવેલ Duplicate Marksheet Form સંપૂર્ણ રીતે ભરવું
  • Principalની સહી બાદ અરજી તૈયાર કરવી
  • GSEBની ઓફિસ (હાલ ગાંધીનગર) ખાતે અરજી અને ફી જમા કરાવવી
  • સામાન્ય રીતે નિર્ધારિત તારીખે Duplicate Marksheet આપવામાં આવે છે

GSEB HSC (12th) Duplicate Marksheet Process

ધોરણ 12 (HSC) માટેની પ્રક્રિયા પણ લગભગ સમાન છે:

  • Application Form ડાઉનલોડ કરી યોગ્ય રીતે ભરવું
  • સ્કૂલમાંથી Principalની સહી મેળવવી
  • બધા જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ સાથે GSEB ઓફિસ જવું
  • નક્કી કરેલી ફી ચૂકવવી
  • થોડા સમયમાં Duplicate Marksheet અથવા Certificate પ્રાપ્ત થાય છે

ઘણા વખત વિદ્યાર્થીઓના અભ્યાસ સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો ખોવાઈ જાય છે. આવી સ્થિતિમાં Duplicate Marksheet ખૂબ જ જરૂરી બની જાય છે. GSEB દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન સેવા વિદ્યાર્થીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થઈ રહી છે.

GSEB SSC-HSC Duplicate Marksheet – Important Links

SSC Duplicate MarksheetApply Here
HSC Duplicate MarksheetApply Here
Official WebsiteVisit Here
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular