Char Dham Yatra: ચાર ધામ યાત્રા 2026 દરમિયાન રિલ્સ અને વ્લોગિંગ પર રોક. હવે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ.
ચાર ધામ યાત્રા 2026 પહેલા જ યાત્રાળુઓ માટે એક મોટો નિયમ સામે આવ્યો છે. જો તમે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી કે યમુનોત્રી જવાની તૈયારીમાં છો, તો હવે રિલ્સ અને વ્લોગિંગ કરવાનો વિચાર બદલી દેવો પડશે. ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા દરમિયાન મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે, જેના કારણે યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર થયો છે.
Char dham Yatra: ચાર ધામ યાત્રાએ જનાર ભક્તો માટે આ વર્ષે મોટા ફેરફારની જાહેરાત થઈ છે. હવે મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈને રિલ્સ કે વીડિયો બનાવવાનું સપનું પૂરું કરવું શક્ય નહીં રહે. ઉત્તરાખંડ સરકારે ચાર ધામોની પવિત્રતા અને શિસ્ત જાળવવા માટે મંદિરની અંદર મોબાઈલ ફોન અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
ચાર ધામ યાત્રા 2026 મંદિર પરિસરમાં ફોન પર પ્રતિબંધ
ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા દરમિયાન વધતા રિલ્સ, વ્લોગિંગ અને વીડિયો શૂટિંગને કારણે ઘણીવાર અવ્યવસ્થા અને વિવાદ સર્જાતા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર અને સ્થાનિક પ્રશાસને કડક નિર્ણય લીધો છે. આ વર્ષે યાત્રા વ્યવસ્થાઓની સમીક્ષા બેઠક બાદ સ્પષ્ટ કરવામાં આવ્યું કે Badrinath Temple, Kedarnath Temple, Gangotri Temple અને Yamunotri Temple—આ તમામ ધામોમાં મંદિર પરિસરમાં મોબાઈલ અને કેમેરા લઈ જવાની મંજૂરી નહીં મળે.
આ પણ ખાસ વાંચો:
ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલથી રિલ્સ બનાવતી વખતે દર્શન પ્રક્રિયામાં ખલેલ પડતી હતી અને ધાર્મિક મર્યાદાઓનું પાલન થતું નહોતું. આ કારણે હવે બદ્રીનાથ ધામમાં સિંહદ્વારથી આગળ મોબાઈલ સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે, જ્યારે કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના પરિસરમાં પણ ભક્તો મોબાઈલ લઈને પ્રવેશ નહીં કરી શકે.
Char dham Yatra 2026 હવે આ રીતે ફોટો લઈ શકશે શ્રદ્ધાળુઓ
શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવશે. મંદિરની અંદર પ્રવેશ કરતાં પહેલાં મોબાઈલ ફોન અને કેમેરા સુરક્ષિત રીતે જમા કરાવવાની વ્યવસ્થા શ્રી બદ્રીનાથ–કેદારનાથ મંદિર સમિતિ અને સંબંધિત જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવશે. દર્શન પૂર્ણ થયા બાદ મંદિરની બહાર આવીને ભક્તો મંદિરને પૃષ્ઠભૂમિમાં રાખીને ફોટા કે વીડિયો લઈ શકશે.
આ નિર્ણયથી ચાર ધામ યાત્રા વધુ શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને ભક્તિભાવથી ભરપૂર બનશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે યાત્રાળુઓ માટે સંદેશ સ્પષ્ટ છે—મોબાઈલ કરતાં વધુ મહત્વ ભક્તિ અને શ્રદ્ધાનું.
