SEB TET-1 Final Answer Key 2025 જાહેર કરવામાં આવી છે. TET-1 પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો હવે ફાઇનલ આન્સર કી sebexam.org પરથી ચેક કરી શકશે.
SEB TET-1 Final Answer Key 2025 જાહેર, હવે પરિણામ તરફ વધ્યું એક વધુ પગલું
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી TET-1 પરીક્ષા 2025 માટેની Final Answer Key સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. અગાઉ જાહેર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી પર ઉમેદવારો પાસેથી મળેલા વાંધાઓની સમીક્ષા કર્યા બાદ હવે બોર્ડ દ્વારા અંતિમ જવાબ કી બહાર પાડવામાં આવી છે.
SEB દ્વારા જાહેર કરાયેલી ફાઇનલ આન્સર કી મુજબ, હવે TET-1 પરીક્ષા 2025નું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે. જેથી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારો માટે આ જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
SEB TET-1 Final Answer Key 2025
| વિગત | માહિતી |
|---|---|
| પરીક્ષાનું નામ | Teacher Eligibility Test – I (TET-I) 2025 |
| પોસ્ટ | પ્રાથમિક શિક્ષક (ધોરણ 1 થી 5) |
| આન્સર કી સ્થિતિ | જાહેર કરવામાં આવી છે. |
| આન્સર કી પ્રકાર | પ્રોવિઝનલ (Preliminary) |
| પરીક્ષા આયોજક | Gujarat State Examination Board, ગાંધીનગર |
| પરીક્ષા તારીખ | 21 ડિસેમ્બર 2025 |
| આન્સર કી ફોર્મેટ | |
| ભાષા | ગુજરાતી / અંગ્રેજી |
| Provisional Answer key | Download Here |
| ફાઇનલ આન્સર કી | જાહેર |
| પરિણામ આધાર | ફાઇનલ આન્સર કી |
| અધિકૃત વેબસાઇટ | sebexam.org |
Final Answer Key જાહેર થતાં હવે ઉમેદવારો પોતાના જવાબોને અંતિમ જવાબ કી સાથે સરખાવી શકે છે અને પોતાના સંભવિત ગુણોનો અંદાજ મેળવી શકે છે. SEB દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવનારા સમયમાં TET-1 પરીક્ષાનું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
SEB TET-1 Final Answer Key – Download Links
| વિગત | લિંક |
|---|---|
| TET-1 Final Answer Key 2025 | Gujarati Medium English Medium Hindi Medium |
| SEB Official Website | sebexam.org |
| TET-1 Exam 2025 Updates | sebexam.org |
TET-1 પરીક્ષા પ્રાથમિક શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે આવશ્યક લાયકાત પરીક્ષા છે. Final Answer Key જાહેર થવાથી હવે ઉમેદવારોમાં પરિણામને લઈને આતુરતા વધુ વધી છે. બોર્ડ દ્વારા પરિણામ, મેરિટ અને અન્ય આગળની પ્રક્રિયા અંગેની માહિતી સત્તાવાર વેબસાઇટ મારફતે જાહેર કરવામાં આવશે.
