HomeSarkari NaukriLRD Final Result 2025: લોકરક્ષક ફાઇનલ રિઝલ્ટ જાહેર, ઉમેદવારોની અંતિમ યાદી જાહેર

LRD Final Result 2025: લોકરક્ષક ફાઇનલ રિઝલ્ટ જાહેર, ઉમેદવારોની અંતિમ યાદી જાહેર

WhatsApp Join Now
Telegram Join Here

LRD Final Result 2025 જાહેર: UPC, APC, SRPF અને Jail Sepoy માટે કેટેગરીવાર Cut-Off Marks જાહેર. જાણો પુરુષ-મહિલા તમામ કેટેગરીના અંતિમ કટ-ઓફ અને પસંદગી પ્રક્રિયા.

LRD Final Result 2025 જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષક કેડર (LRD) ભરતી 2025 માટેની આખરી પસંદગી યાદી (Final Result) આજે સત્તાવાર રીતે જાહેર કરી છે. જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અનુસાર પ્રથમ કામચલાઉ અને હાંગામી યાદી બાદ ઉમેદવારોને Withdraw/OPT OUT કરવાની તક આપવામાં આવી હતી, જેમાં 338 ઉમેદવારોએ અધિકૃત રીતે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.

આ બાદ બાકીના ઉમેદવારોની આધારે Final Selection List તૈયાર કરીને વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે.

શુ જાહેર થયું?

  • પસંદગી યાદીમાં સામેલ ઉમેદવારોની સૂચિ
  • પસંદગી બહાર ગયેલ ઉમેદવારોની સૂચિ
  • કેટેગરી મુજબના અંતિમ કટ-ઓફ ગુણ
  • પસંદગી યાદી બનાવવાની પદ્ધતિ
  • ખાલી રહેલી જગ્યાઓની માહિતી

આ તમામ માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર PDF માં જાહેર કરવામાં આવી છે.

LRD Final Result 2025 — કેટેગરીવાર કટ-ઓફ (Cut-Off Marks)

PDF મુજબ દરેક કેડર માટે પુરુષ, મહિલા અને Ex-serviceman માટે નીચે મુજબ કટ-ઓફ જાહેર કરવામાં આવ્યા છે:

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC)

CategoryMaleFemaleEx-Serviceman
General132.25113.50105.80
EWS125.5098.25100.40
SC121.28102.25
SEBC127.25105.25101.80
ST101.2580.00

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC)

CategoryMaleFemaleEx-Serviceman
General124.50100.7599.60
EWS121.5083.00
SC117.5096.25
SEBC123.0097.7598.40
ST90.25

જેલ સિપોય / જેલ મેટ્રન

CategoryMaleFemaleEx-Serviceman
General121.7597.75
EWS118.7580.50
SC115.5096.25
SEBC121.0097.50
ST81.0083.25

SRPF — Armed Police Constable

CategoryMaleEx-Serviceman
General120.5096.40
EWS118.25
SC115.25
SEBC119.7595.80
ST80.50

Final Selection List કેવી રીતે તૈયાર થઇ?

ગુણ સમાન હોય ત્યારે નીચે મુજબ પ્રાથમિકતા અપાઈ:

1️⃣ ઉંમર વધુ હોય તે ઉમેદવારને પ્રથમ પસંદગી
2️⃣ જો ઉંમર પણ સમાન હોય તો ઉંચાઈ વધુ હોય એને પ્રાથમિકતા
3️⃣ જો બન્ને સમાન હોય તો 12thના ટકાવારી ગુણ ધ્યાને લેવાયા

આ પણ ખાસ વાંચો:

જાતિ પ્રમાણપત્ર (Caste Certificate)ની ચકાસણી હજુ ચાલુ

SC, ST અને SEBC કેટેગરીના કેટલીક ઉમેદવારોના Caste Certificate Verification હજુ બાકી છે.
સરકારના નિર્ણય મુજબ:

  • પ્રમાણપત્ર માન્ય હશે તો કેટેગરીનો લાભ મળશે
  • માન્ય નહીં હોય તો કેટેગરી લાભ રદ્દ થઈ શકે

આગળની પ્રક્રિયા DGP Office કરશે.

કેટલી જગ્યાઓ ખાલી રહી?

PDF મુજબ:

  • ST મહિલા ઉમેદવારોથી જગ્યાઓ ન ભરાતા, ST પુરુષ ઉમેદવારોને UPC માં 55 અને APC માં 164 જગ્યાઓ આપવામાં આવી.
  • છતાં પણ કુલ 101 જગ્યાઓ ખાલી રહી છે (Jail Sepoy, SRPF અને Jail Matron પોસ્ટમાં).

આગળ શું થશે?

પસંદગી યાદી પોલીસ મહાનિદેશક (DGP) કચેરીને મોકલી આપવામાં આવી છે. હવે જે પ્રક્રિયા થશે:

  • દસ્તાવેજ ચકાસણી
  • કેટેગરી ચકાસણી
  • અંતિમ નિયુક્તિ પ્રક્રિયા

આ તમામ કામગીરી DGP ઓફિસ દ્વારા હાથ ધરાશે.

LRD Final Result 2025 સાથે ગુજરાત પોલીસ ભરતીનું મહત્વપૂર્ણ તબક્કું આજે પૂર્ણ થયું છે. રાજ્યભરમાં લાખો ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક આ પરિણામની રાહ જોઈ હતી. હવે પસંદ થયેલા ઉમેદવારો માટે અંતિમ દસ્તાવેજ ચકાસણી અને પોસ્ટિંગ પ્રક્રિયા શરૂ થશે.

Important Links — LRD Final Result 2025

Important LinkAction
LRD Final Selection List (આખરી પસંદગી યાદી)અહીંથી ચેક કરો
LRD Non-Selected Candidates List (જે ઉમેદવારો પસંદ ન થયા હોય)અહીંથી ચેક કરો
Caste Verification Pending Candidates Listઅહીંથી ચેક કરો
Official Notification PDF (GPRB/202324/1)અહીંથી ડાઉનલોડ કરો
Gujarat Police Recruitment Board Official WebsiteVisit Here
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular