ગુજરાત પોલીસ ભરતી 2025 માટે PSI અને LRD ઉમેદવારોએ ફી ન ભરવાને કારણે અરજી રદ્દ, મલ્ટિપલ અરજીઓ મર્જ અને શારીરિક કસોટીના કોલ લેટર અંગે મહત્વપૂર્ણ અપડેટ જાહેર થયું છે.
PSI–LRD ભરતી 2025: મહત્વપૂર્ણ સૂચના
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર અને લોકરક્ષક (LRD) કેડરની ભરતી 2025 માટે અરજી કરનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. આ સૂચનામાં ફી ન ભરવાને કારણે રદ્દ થયેલી અરજીઓ, PSI–LRD અરજીઓના મર્જની પ્રક્રિયા તેમજ એકથી વધુ (Multiple) અરજી કરનાર ઉમેદવારો અંગે સ્પષ્ટ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત જેમ ઉમેદવારોએ તા. 03-12-2025 થી 23-12-2025 દરમિયાન ઓનલાઈન અરજી કન્ફર્મ કરી હતી, પરંતુ સામાન્ય (General) કેટેગરીના હોવા છતાં સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરેલી નથી, તેવી તમામ અરજીઓ રદ્દ કરવામાં આવી છે. ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ફી ભર્યા વગરની કોઈપણ અરજી માન્ય ગણાશે નહીં.
જો રદ્દ થયેલી અરજીઓ પૈકી કોઈ ઉમેદવારે સમયમર્યાદામાં ફી ભરેલી હોય, તો તેઓ ફી ભર્યાની રસીદ તથા જરૂરી પુરાવા સાથે તા. 06 જાન્યુઆરી 2026ના રોજ સાંજના 5:00 વાગ્યા સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં. G-12, સરદાર ઉદ્યાન સામે, સેક્ટર-9, ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરી શકશે. નિર્ધારિત સમય બાદ મળેલ અથવા અન્ય માધ્યમથી કરાયેલી રજૂઆત માન્ય ગણાશે નહીં.
એકથી વધુ અરજી (Multiple Applications) અંગેની કાર્યવાહી
| ક્રમાંક | ઉમેદવારે કરેલ અરજીનો પ્રકાર | ભરતી બોર્ડનો નિર્ણય |
|---|---|---|
| 1 | ફક્ત BOTH માં એક કરતાં વધુ અરજી | BOTH ની છેલ્લી અરજી માન્ય, બાકીની તમામ BOTH અરજીઓ રદ્દ |
| 2 | ફક્ત PSI માં એક કરતાં વધુ અરજી | PSI ની છેલ્લી અરજી માન્ય, બાકીની તમામ PSI અરજીઓ રદ્દ |
| 3 | ફક્ત LRD માં એક કરતાં વધુ અરજી | LRD ની છેલ્લી અરજી માન્ય, બાકીની તમામ LRD અરજીઓ રદ્દ |
| 4 | BOTH + PSI બન્નેમાં એક-એક અથવા એકથી વધુ અરજી | BOTH ની છેલ્લી અરજી માન્ય, બાકીની તમામ અરજીઓ રદ્દ |
| 5 | BOTH + LRD બન્નેમાં એક-એક અથવા એકથી વધુ અરજી | BOTH ની છેલ્લી અરજી માન્ય, બાકીની તમામ અરજીઓ રદ્દ |
| 6 | BOTH + PSI + LRD ત્રણેયમાં એક-એક અથવા એકથી વધુ અરજી | BOTH ની છેલ્લી અરજી માન્ય, બાકીની તમામ અરજીઓ રદ્દ |
| 7 | PSI + LRD બન્નેમાં એક-એક અરજી | બન્ને અરજીઓને મર્જ કરી PSI કન્ફર્મેશન નંબર પરથી કોલ લેટર |
| 8 | PSI + LRD બન્નેમાં એકથી વધુ અરજી | PSI અને LRD ની છેલ્લી અરજીઓ મર્જ, બાકીની તમામ અરજીઓ રદ્દ |
ભરતી પ્રક્રિયા દરમિયાન ઘણા ઉમેદવારોએ PSI અને LRD બંને માટે અલગ-અલગ અરજી કરેલી હોવાથી, ઉમેદવારોને વારંવાર શારીરિક કસોટી ન આપવી પડે તે હેતુથી ભરતી બોર્ડે અરજીઓ મર્જ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં શારીરિક કસોટી માત્ર એક જ વખત લેવામાં આવશે અને PSI કન્ફર્મેશન નંબર આધારિત કોલ લેટર ઇશ્યુ કરવામાં આવશે.
આ પણ ખાસ વાંચો:
- SEB TET-1 OMR Sheet 2025 જાહેર
- GPSC State Tax Inspector Result 2025
- Sardar Patel University Recruitment 2025
PSI–LRD અરજી મર્જ અંગે સ્પષ્ટતા
| મુદ્દો | અધિકૃત માહિતી |
|---|---|
| PSI અને LRD બંનેમાં અરજી કરનાર | એક જ શારીરિક કસોટી લેવામાં આવશે |
| કોલ લેટર કયા નંબર પરથી | PSI કન્ફર્મેશન નંબર |
| વારંવાર ફિઝિકલ ટેસ્ટ | લેવામાં નહીં આવે |
ફી ન ભરવાને કારણે રદ્દ થયેલી અરજી અંગે રજૂઆત
| વિષય | વિગતો |
|---|---|
| રજૂઆત કરવાની તારીખ | 06-01-2026 |
| સમયમર્યાદા | સાંજના 05:00 વાગ્યા સુધી |
| સ્થળ | ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં. G-12, સરદાર ઉદ્યાન સામે, સેક્ટર-9, ગાંધીનગર |
| સમય બાદ રજૂઆત | માન્ય નહીં |
મહત્વપૂર્ણ સૂચના: ભરતી બોર્ડે ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ પોતાની અરજીની સ્થિતિ તાત્કાલિક ચકાસી લે અને જો કોઈ વાંધો હોય તો નિર્ધારિત સમયમર્યાદામાં જ રૂબરૂ રજૂઆત કરે. સમય પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની અરજી અથવા રજૂઆત પર વિચાર કરવામાં આવશે નહીં.
Important Links – Gujarat Police Recruitment 2025
| વિષય | લિંક |
|---|---|
| અધિકૃત ભરતી સૂચના (PSI–LRD) | Official Notification (PDF) |
| ફી ન ભરવાને કારણે રદ્દ થયેલી અરજીઓની યાદી | View Cancelled Applications |
| PSI–LRD મર્જ થયેલી અરજીઓની વિગતો | View Merged Application Details |
| એકથી વધુ અરજી (Multiple Applications) રદ્દ યાદી | View Multiple Application Status |
| ભરતી બોર્ડની અધિકૃત વેબસાઇટ | https://gprb.gujarat.gov.in/ |
ગુજરાત પોલીસ ભરતી 2025 સંબંધિત આ તમામ માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ અધિકૃત સૂચના પર આધારિત છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ અફવા અથવા સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે અને પોતાની અરજીની સ્થિતિ માત્ર અધિકૃત સૂચનાઓના આધારે જ ચકાસે.
ફી ન ભરવાને કારણે રદ્દ થયેલી અરજી, PSI–LRD અરજીઓના મર્જ, તેમજ શારીરિક કસોટીના કોલ લેટર સંબંધિત કોઈ પણ વાંધા અથવા રજૂઆત માટે ભરતી બોર્ડ દ્વારા નક્કી કરાયેલ સમયમર્યાદાનું પાલન કરવું અનિવાર્ય છે. નિર્ધારિત તારીખ અને સમય બાદ કરવામાં આવેલી કોઈ પણ રજૂઆત પર વિચાર કરવામાં આવશે નહીં.
ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે તેઓ ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ આગામી અપડેટ, કોલ લેટર અને સૂચનાઓ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધિકૃત જાહેરાતો પર નિયમિત નજર રાખે.
આ પ્રકારની અધિકૃત ભરતી સમાચાર અને તાજા અપડેટ માટે અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
