HomeSarkari NaukriGSSSB Talati Fee Refund 2026: મહેસૂલ તલાટી પરીક્ષાની ફી રીફંડ કોને મળશે...

GSSSB Talati Fee Refund 2026: મહેસૂલ તલાટી પરીક્ષાની ફી રીફંડ કોને મળશે અને કેવી રીતે મળશે?

WhatsApp Join Now
Telegram Join Here

GSSSB Talati Fee Refund 2026 અંગે મહત્વપૂર્ણ જાણકારી. મહેસૂલ તલાટી પરીક્ષા આપનાર ઉમેદવારોને ફી રીફંડ કોને મળશે, બેંક એકાઉન્ટ વિગતો કેવી રીતે ભરવી અને છેલ્લી તારીખ જાણો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ તલાટી, વર્ગ-3 ભરતી પરીક્ષા સંબંધિત ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આ સૂચના ખાસ કરીને ફી-રીફંડ (Fee Refund) અંગે છે, જે પરીક્ષામાં લાયક ઉમેદવારોને સીધી તેમના બેંક ખાતામાં પરત કરવામાં આવશે.

GSSSB Talati Fee Refund 2026 – મહત્વની માહિતી (Table)

મુદ્દોવિગત
ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક301/2025-26
પોસ્ટનું નામમહેસૂલ તલાટી, વર્ગ-3
પરીક્ષા તારીખ14-09-2025
ફી રીફંડ માટે પાત્રતાપરીક્ષામાં હાજર રહી 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો
ફી રીફંડ શરૂ તારીખ12-01-2026 (બપોરે 2:00 વાગ્યાથી)
ફી રીફંડ છેલ્લી તારીખ21-01-2026 (રાત્રે 11:55 વાગ્યા સુધી)
ફી રીફંડ માધ્યમઉમેદવારના પોતાના બેંક એકાઉન્ટમાં
અરજી કરવાની વેબસાઈટOJAS (ojas.gujarat.gov.in)
જરૂરી દસ્તાવેજપાસબૂક / ચેકબૂકની સોફ્ટ કોપી
ફાઇલ ફોર્મેટJPEG / JPG / PNG
ફાઇલ સાઈઝ50 KB થી 1 MB
મહત્વપૂર્ણ સૂચનાનિર્ધારિત સમયમર્યાદા બાદ ફી રીફંડ માટે અરજી માન્ય નહીં ગણાય

જાહેરાત ક્રમાંક 301/2025-26 અંતર્ગત મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી, વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાઈ હતી. આ પરીક્ષામાં હાજર રહી 40 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને અરજી ફી પરત આપવામાં આવશે.

આ પણ ખાસ વાંચો:

મંડળ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફી-રીફંડ માટે ઉમેદવારોએ પોતાનું બેંક એકાઉન્ટ સંબંધિત વિગત OJASની અધિકૃત લિંક મારફતે ઓનલાઇન ભરવાની રહેશે. આ પ્રક્રિયા 12 જાન્યુઆરી 2026 (બપોરે 2:00 કલાક) થી શરૂ થશે અને 21 જાન્યુઆરી 2026 (રાત્રે 11:55 કલાક) સુધી ખુલ્લી રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ આ તારીખ લંબાવવામાં નહીં આવે, તેવી પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

ફી-રીફંડ પ્રક્રિયામાં ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક, કન્ફરમેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા દાખલ કરીને લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ, બ્રાન્ચનું નામ જેવી જરૂરી વિગતો સાથે પોતાની પાસબૂક અથવા ચેકબૂકની સોફ્ટકોપી અપલોડ કરવાની રહેશે. અપલોડ કરેલી ફાઈલ JPEG, JPG અથવા PNG ફોર્મેટમાં 50 KB થી 1 MB સાઈઝની હોવી ફરજિયાત છે.

GSSSB Talati Fee Refund 2026 – Important Links

લિંકનું નામલિંક
ફી રીફંડ માટે સીધી લિંકApply Here
GSSSB અધિકૃત વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in
OJAS પોર્ટલhttps://ojas.gujarat.gov.in
મહેસૂલ તલાટી ભરતી જાહેરાત (301/2025-26)GSSSB વેબસાઈટ પર ઉપલબ્ધ
GSSSB નોટિસ PDFDownload Here

બધી વિગતો સબમિટ કરતા પહેલા ઉમેદવારોને સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવી છે. સફળ સબમિશન બાદ જનરેટ થતી રસીદને સાચવી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે તે ભવિષ્યમાં ઉપયોગી બની શકે છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તમામ પાત્ર ઉમેદવારોને અપીલ કરી છે કે તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં જ પોતાની વિગતો અચૂક રીતે ભરી લે, જેથી ફી-રીફંડ પ્રક્રિયામાં કોઈ વિઘ્ન ન આવે. આ સૂચના 9 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતે જાહેર કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular