HomeSarkari NaukriVMC Lifeguard Recruitment 2026: વડોદરામાં લાઈફગાર્ડ ભરતી, પગાર ₹20,000

VMC Lifeguard Recruitment 2026: વડોદરામાં લાઈફગાર્ડ ભરતી, પગાર ₹20,000

WhatsApp Join Now
Telegram Join Here

વડોદરા મહાનગરપાલિકામાં લાઈફગાર્ડ કમ ટ્રેનર માટે ભરતી જાહેર. SSC પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક. વોક-ઇન ઈન્ટરવ્યુ દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ₹20,000 સુધી.

વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરના સ્વિમિંગ પૂલ માટે પુરુષ અને મહિલા લાઈફગાર્ડ કમ ટ્રેનરની તાત્કાલિક ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી 11 મહિનાના કરાર આધારિત રહેશે. પાત્ર ઉમેદવારોની પસંદગી વોક-ઇન ઈન્ટરવ્યુ અને સ્વિમિંગ પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

આ ભરતી માટે કોઈ ઓનલાઈન અરજી પ્રક્રિયા નથી. ઇચ્છુક ઉમેદવારોને નિર્ધારિત તારીખે તમામ જરૂરી દસ્તાવેજો સાથે જાતે હાજર રહેવાનું રહેશે.

VMC Lifeguard Recruitment 2026 Job Overview

વિગતોમાહિતી
સંસ્થાવડોદરા મહાનગરપાલિકા (VMC)
વિભાગસ્વિમિંગ પૂલ
પોસ્ટ નામલાઈફગાર્ડ કમ ટ્રેનર
ભરતી પ્રકારકરાર આધારિત (11 મહિના)
નોકરીનો પ્રકારપૂર્ણ સમય / આંશિક સમય
પસંદગી પ્રક્રિયાવોક-ઇન ઈન્ટરવ્યુ + સ્વિમિંગ પ્રેક્ટિકલ ટેસ્ટ
અધિકૃત વેબસાઇટwww.vmc.gov.in

Post Details (પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ)

પોસ્ટપૂર્ણ સમયઆંશિક સમયકુલ જગ્યાઓ
પુરુષ લાઈફગાર્ડ કમ ટ્રેનર051015
મહિલા લાઈફગાર્ડ કમ ટ્રેનર030609

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

  • ઉમેદવાર SSC (10 પાસ) હોવો જરૂરી
  • ઉત્તમ તરવૈયા હોવા જોઈએ
  • પાણીની તમામ રમતો શીખવવાનો અનુભવ હોવો જોઈએ
  • ડૂબતા વ્યક્તિને બચાવવાની પદ્ધતિઓનું જ્ઞાન
  • કૃત્રિમ શ્વાસોશ્વાસ (CPR) સહિતની તમામ સુરક્ષા પદ્ધતિઓની જાણકારી હોવી જરૂરી

આ પણ ખાસ વાંચો:

ઉંમર મર્યાદા

  • તારીખ 05-01-2026ના રોજ ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ

પગાર ધોરણ

નોકરીનો પ્રકારમાસિક પગાર
પૂર્ણ સમય (Full Time)₹20,000/-
આંશિક સમય (Part Time)₹10,000/-

વોક-ઇન ઈન્ટરવ્યુ વિગતો

વિગતોમાહિતી
ઈન્ટરવ્યુ તારીખ05-01-2026
સમયબપોરે 02:00 કલાકે
સ્થળસમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્વિમિંગ પૂલ, ચાણક્યપુરી ચાર રસ્તા પાસે, ન્યૂ સમા રોડ, વડોદરા – 24

જરૂરી દસ્તાવેજો

  • શૈક્ષણિક લાયકાતના મૂળ પ્રમાણપત્રો
  • પ્રમાણિત નકલો
  • તાજો પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સ્વિમિંગ પ્રેક્ટિકલ ટેસ્ટ માટે સ્વિમિંગ કોસ્ચ્યુમ

How to Apply? (કેવી રીતે અરજી કરવી?)

આ ભરતી માટે કોઈ ઓનલાઈન અરજી પ્રક્રિયા નથી. પાત્ર ઉમેદવારોએ ઉપર જણાવેલ તારીખ અને સ્થળે વોક-ઇન ઈન્ટરવ્યુ માટે જાતે હાજર રહેવું પડશે. પૂર્ણ સમય માટેના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

Important Links

વિગતલિંક
અધિકૃત વેબસાઇટhttps://www.vmc.gov.in
ભરતી જાહેરાતઅધિકૃત પ્રેસ નોટ

આ ભરતી જાહેરાત વડોદરા મહાનગરપાલિકા દ્વારા અધિકૃત રીતે જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે વોક-ઇન ઈન્ટરવ્યુમાં હાજર રહેતા પહેલાં અધિકૃત જાહેરાત વાંચી લે અને તમામ મૂળ દસ્તાવેજો સાથે હાજર રહે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

શું આ ભરતી કાયમી છે?

ના, આ ભરતી 11 મહિનાના કરાર આધારિત છે.

અરજી ફી ભરવાની રહેશે?

ના, કોઈ અરજી ફી લેવામાં આવતી નથી.

પસંદગી કેવી રીતે થશે?

પસંદગી વોક-ઇન ઈન્ટરવ્યુ અને સ્વિમિંગ પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular