HomeSarkari NaukriGPSC Prelims Exam Date 2026 જાહેર: 18 પોસ્ટ માટે પ્રાથમિક કસોટીની તારીખ...

GPSC Prelims Exam Date 2026 જાહેર: 18 પોસ્ટ માટે પ્રાથમિક કસોટીની તારીખ જાહેર

WhatsApp Join Now
Telegram Join Here

GPSC Prelims Exam Date 2026 જાહેર કરવામાં આવી છે. GPSC દ્વારા કુલ 18 પોસ્ટ માટે પ્રાથમિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરીથી મે 2026 સુધીની પરીક્ષા તારીખોની સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ઉમેદવારો માટે મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આયોગે વર્ષ 2025-26 દરમિયાન જાહેર થયેલી વિવિધ ભરતી જાહેરાતોની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર કરી છે. આ જાહેરાત મુજબ, મોટાભાગની ભરતી માટે પ્રાથમિક કસોટી (સામાન્ય અભ્યાસ) 26 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવશે, જ્યારે કેટલીક ચોક્કસ જાહેરાતો માટે સંબંધિત વિષયની પ્રાથમિક કસોટીની અલગ-અલગ તારીખો નક્કી કરવામાં આવી છે.

GPSC Prelims Exam Date 2026 – Post Wise Table

ક્રમપોસ્ટનું નામજાહેરાત નંબરપ્રાથમિક કસોટીની તારીખ
1રહસ્ય સચિવ, વર્ગ-2 (અંગ્રેજી) ગ્રેડ-1 (ખાસ ભરતી)28/2025-2616-02-2026
2રહસ્ય સચિવ, વર્ગ-2 (ગુજરાતી) ગ્રેડ-1 (ખાસ ભરતી)44/2025-2616-02-2026
3મદદનીશ વહિવટી અધિકારી / મદદનીશ વહિવટી સહ હિસાબી અધિકારી, વર્ગ-248/2025-2615-03-2026
4વહિવટી અધિકારી, ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સેવા, વર્ગ-250/2025-2615-03-2026
5વહિવટી અધિકારી, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-2101/2025-2615-03-2026
6મેનેજર (MIS), વર્ગ-1 (GSCSCL)103/2025-2628-03-2026
7મેનેજર (MIS), વર્ગ-2 (GSCSCL)104/2025-2628-03-2026
8નાયબ મેનેજર (સેક્રેટરિયલ બ્રાન્ચ), વર્ગ-2 (GSCSCL)105/2025-2604-04-2026
9દંતસર્જન, ગુજરાત આરોગ્ય સેવા, વર્ગ-2102/2025-2618-02-2026
10પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2110/2025-2605-04-2026
11નિયામક ગ્રંથાલય, વર્ગ-147/2025-2611-04-2026
12મદદનીશ નિયામક ગ્રંથાલય, વર્ગ-251/2025-2611-04-2026
13મદદનીશ નિયામક (તાલીમ) / આચાર્ય, વર્ગ-199/2025-2610-04-2026
14ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 (વહીવટી શાખા)100/2025-2605-04-2026
15મદદનીશ ઉદ્યોગ કમિશનર, ગુજરાત ઔદ્યોગિક સેવા, વર્ગ-1109/2025-2611-04-2026
16નાયબ માહિતી નિયામક / સહાયક માહિતી નિયામક (સંપાદન)45/2025-2628-03-2026
17મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-1 (GWSSB)106/2025-2620-05-2026
18આચાર્ય, વર્ગ-2 (ખાસ ભરતી)140/2024-2510-04-2026

GPSCની આ અધિકૃત સૂચનામાં રહસ્ય સચિવ, મદદનીશ વહિવટી અધિકારી, વહિવટી અધિકારી, મેનેજર (MIS), નાયબ મેનેજર, દંતસર્જન, પશુચિકિત્સા અધિકારી, નિયામક ગ્રંથાલય, મદદનીશ નિયામક, શિક્ષણ સેવા, ઉદ્યોગ કમિશનર, નાયબ માહિતી નિયામક, મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી સહિત કુલ 18 જેટલી ભરતી જાહેરાતોની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પૈકી કેટલીક પરીક્ષાઓ ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ મે 2026 સુધી યોજાનાર છે.

આ પણ ખાસ વાંચો:

જાહેરાતમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલીક ભરતી જાહેરાતોમાં સંબંધિત વિષય (ભાગ-2)ની પ્રાથમિક કસોટી સંયુક્ત રીતે લેવામાં આવશે. આવા સંજોગોમાં, બંને જાહેરાત માટે કોમન ઉમેદવારોને સંબંધિત વિષયની એક જ પ્રશ્નપત્રમાં મળેલા ગુણ બંને ભરતી માટે માન્ય ગણવામાં આવશે. આ બાબતે ઉમેદવારોને ખાસ નોંધ લેવા આયોગે વિનંતી કરી છે.

મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

વિગતલિંક
GPSC પ્રાથમિક કસોટી તારીખ અંગે અધિકૃત સૂચના (PDF)Official Notification
GPSC અધિકૃત વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in

GPSC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરીક્ષાના નમૂનાઓ, વિગતવાર સૂચનાઓ અને અન્ય જરૂરી માહિતી સમયાંતરે આયોગની અધિકૃત વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેથી તમામ ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયમિત રીતે GPSCની વેબસાઇટ તપાસતા રહે અને પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular