Ahmedabad Municipal Corporation દ્વારા Assistant Food Safety Officer ની 45 જગ્યાઓ માટે ભરતી જાહેર. લાયકાત, પગાર, વયમર્યાદા અને ઓનલાઈન અરજી વિગતો અહીં જુઓ.
AMC Assistant Food Safety Officer Recruitment 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેલ્થ ખાતા હેઠળ સહાયક ફૂડ સેફટી ઓફિસર પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 45 જગ્યાઓ પર લાયક ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ખોરાકની સુરક્ષા, ગુણવત્તા અને જાહેર આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક ઉત્તમ સરકારી નોકરીની તક છે.
AMC સહાયક ફૂડ સેફટી ઓફિસર ભરતી Job Overview
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
| જાહેરાત નંબર | 21/2025-26 |
| પદનું નામ | Assistant Food Safety Officer |
| કુલ જગ્યાઓ | 45 |
| અરજી શરૂ તારીખ | 13-01-2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 27-01-2026 (23:59 સુધી) |
| અરજી મોડ | ઓનલાઈન |
| અધિકૃત વેબસાઇટ | ahmedabadcity.gov.in |
Post Details
| પદનું નામ | જગ્યાઓ |
|---|---|
| Assistant Food Safety Officer | 45 |
(બિન અનામત, SC, ST, SEBC, EWS અને દિવ્યાંગ અનામત મુજબ વહેંચણી લાગુ)
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે UGC માન્ય યુનિવર્સિટીમાંથી નીચેના વિષયોમાં Bachelor / Master / Doctorate ડિગ્રી હોવી જરૂરી છે:
- Food Technology / Food Engineering
- Dairy Technology
- Biotechnology
- Agricultural Science
- Veterinary Science
- Microbiology / Bio-Chemistry / Chemistry
- Medicine (MBBS, BDS, BAMS, BHMS, BUMS વગેરે)
👉 વિગતવાર માન્ય વિષયોની યાદી અધિકૃત નોટિફિકેશનમાં આપવામાં આવી છે.
આ પણ ખાસ વાંચો:
- Gujarat Police Bharti Call Letter 2026: PSI – LRD કોન્સ્ટેબલ કોલ લેટર અહીંથી કરો ડાઉનલોડ
- BMC Recruitment 2026: ભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો માટે ભરતી જાહેર
- GSSSB Talati Fee Refund 2026: મહેસૂલ તલાટી પરીક્ષાની ફી રીફંડ કોને મળશે અને કેવી રીતે મળશે?
વયમર્યાદા
- ન્યૂનતમ: 18 વર્ષ
- મહત્તમ: 35 વર્ષ
- અનામત વર્ગ, મહિલા અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વયમાં છૂટછાટ મળશે.
પગાર
- પ્રથમ 3 વર્ષ: ₹49,600/- માસિક (ફિક્સ પગાર)
- ત્યારબાદ: લેવલ-7 પે મેટ્રિક્સ (₹39,900 – ₹1,26,600) + અન્ય ભથ્થાં
અરજી ફી
| વર્ગ | ફી |
|---|---|
| General (UR) | ₹500/- |
| SC / ST / SEBC / EWS | ₹250/- |
| દિવ્યાંગ ઉમેદવાર | ફી માફ |
મહત્વપૂર્ણ તારીખો
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| અરજી શરૂ | 13-01-2026 |
| અરજી અંતિમ તારીખ | 27-01-2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 29-01-2026 |
How to Apply?
ઉમેદવારોએ AMC ની અધિકૃત વેબસાઇટ પર જઈ Recruitment & Result વિભાગમાંથી સંબંધિત ભરતી પસંદ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે અને રસીદ ડાઉનલોડ કરી રાખવાની રહેશે.
Important Links
| વર્ણન | લિંક |
|---|---|
| અધિકૃત નોટિફિકેશન | Read Here |
| ઓનલાઈન અરજી | Apply Online |
| અધિકૃત વેબસાઇટ | ahmedabadcity.gov.in |
જો તમે ફૂડ સેફટી અને જાહેર આરોગ્ય ક્ષેત્રમાં સરકારી નોકરી કરવા ઈચ્છો છો, તો AMC Assistant Food Safety Officer Recruitment 2026 તમારા માટે એક શાનદાર તક છે. સમયમર્યાદા પહેલા અરજી કરવાનું ભૂલશો નહીં. આવી વધુ સરકારી ભરતી, પરીક્ષા અને પરિણામ અપડેટ્સ માટે અમારી વેબસાઇટને નિયમિત મુલાકાત લેતા રહો.
