HomeSarkari YojanaGujarat Income Certificate 2026: આવકનો દાખલો હવે ઓનલાઈન! સંપૂર્ણ અરજી પ્રક્રિયા જાણો

Gujarat Income Certificate 2026: આવકનો દાખલો હવે ઓનલાઈન! સંપૂર્ણ અરજી પ્રક્રિયા જાણો

WhatsApp Join Now
Telegram Join Here

Gujarat Income Certificate 2026 Online માટે ગુજરાત સરકારે નવી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. હવે આવકનો દાખલો ઘરે બેઠા બનાવો, 3 વર્ષ સુધી માન્યતા સાથે સંપૂર્ણ માહિતી જાણો.

Gujarat Income Certificate 2026: હવે આવકનો દાખલો મેળવવો વધુ સરળ, ગુજરાત સરકારની નવી ઓનલાઈન પ્રક્રિયા શરૂ

ગુજરાત સરકારએ રાજ્યના લાખો નાગરિકો માટે આવકના દાખલા મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરીને તેને સંપૂર્ણપણે સરળ અને ડિજિટલ બનાવી દીધી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તાજા ઠરાવ અનુસાર હવે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટેની મોટાભાગની પ્રક્રિયા ઓનલાઈન થશે, જેના કારણે અરજદારોને કચેરીના ચક્કર લગાવવાની જરૂરિયાત નોંધપાત્ર રીતે ઘટશે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે નવા સક્ષમ અધિકારી

નવી વ્યવસ્થા મુજબ શહેરી વિસ્તારોમાં આવકનું પ્રમાણપત્ર આપવાની સત્તા મામલતદારને આપવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારી (TDO)ને આ માટે અધિકૃત કરવામાં આવ્યા છે. અગાઉ વિવિધ વર્ગો માટે અલગ-અલગ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તે યાદી રદ કરીને પ્રક્રિયા વધુ સ્પષ્ટ અને સરળ બનાવવામાં આવી છે.

આ પણ ખાસ વાંચો:

આવકના દાખલાની માન્યતા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા

સરકાર દ્વારા માન્યતા અવધિ અંગે પણ સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આવકનું પ્રમાણપત્ર જે નાણાંકીય વર્ષમાં ઇશ્યુ થાય છે તે સહિત કુલ ત્રણ નાણાંકીય વર્ષ સુધી માન્ય રહેશે. જો આ સમયગાળા દરમિયાન અરજદાર અથવા તેમના પરિવારની આવકમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણ સક્ષમ અધિકારીને કરવી અરજદારની જવાબદારી રહેશે. પ્રમાણપત્રમાં માન્યતાની અંતિમ તારીખ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં દર્શાવવી ફરજિયાત રહેશે.

સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા – હવે ઓનલાઈન અરજી શક્ય

પ્રક્રિયાના ડિજિટાઈઝેશન અંતર્ગત અગાઉના અરજીપત્ર અને પ્રમાણપત્રના નમૂનાઓ રદ કરવામાં આવ્યા છે. પહેલાં ફોટો સાથેનું પ્રમાણપત્ર મેળવવા માટે રૂબરૂ હાજર રહેવું પડતું હતું, સ્વકબૂલાતનામું આપવું પડતું હતું અને તલાટી સમક્ષ જવાબ આપવાની જોગવાઈ હતી. હવે આ તમામ પ્રક્રિયા દૂર કરીને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

નવો અરજી ફોર્મ, સ્વ-ઘોષણા (Self-Declaration) અને પ્રમાણપત્રનો નવો નમૂનો સરકારના પરિશિષ્ટ મુજબ નક્કી કરવામાં આવ્યો છે. અરજદારોએ ઓનલાઈન અરજી કરતી વખતે આપેલી વિગતો સચોટ હોવી જરૂરી છે, કારણ કે ખોટી માહિતી માટે સંપૂર્ણ કાયદાકીય જવાબદારી અરજદારની રહેશે.

ઈ-ગ્રામ કેન્દ્રો અને ડિજિટલ ઈ-સીલ વ્યવસ્થા

ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે સેવા આપવાની હાલની માર્ગદર્શિકા યથાવત રહેશે. આવકનું પ્રમાણપત્ર ડિજિટલ ઈ-સીલ અને Single Sign-On (SSO) દ્વારા ઓથોરાઈઝ્ડ અધિકારીના નામ અને હોદ્દા સાથે જ ઇશ્યુ કરવામાં આવશે, જેથી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે.

Important Link:

Digital Gujarat PortalVisit Here

સરકારએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઓનલાઈન વ્યવસ્થાનો સંપૂર્ણ અમલ ન થાય ત્યાં સુધી હાલની પ્રણાલી ચાલુ રહેશે. આ નવી પહેલથી નાગરિકોને ઝડપી સેવા મળશે, વહીવટી બોજ ઘટાડાશે અને સુશાસનના લક્ષ્યોને સિદ્ધ કરવામાં મદદ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular