HomeSarkari YojanaGujarat Marriage Registration New Rules 2026: ભાગીને લગ્ન કરનારા માટે મોટા સમાચાર!...

Gujarat Marriage Registration New Rules 2026: ભાગીને લગ્ન કરનારા માટે મોટા સમાચાર! ગુજરાતમાં લગ્ન નોંધણીના નવા કડક નિયમો જાહેર

WhatsApp Join Now
Telegram Join Here

Gujarat Marriage Registration New Rules 2026 મુજબ ગુજરાત સરકારે લગ્ન નોંધણી માટે નવા કડક નિયમો જાહેર કર્યા છે. હવે ભાગીને લગ્ન કરનારા માટે માતા-પિતાની જાણ, 30 દિવસની વેઈટિંગ અને જરૂરી દસ્તાવેજ ફરજિયાત રહેશે. 4 સ્ટેપમાં સંપૂર્ણ પ્રક્રિયા જાણો.

Gujarat Marriage Registration New Rules 2026 Update

રાજ્યમાં ભાગીને લગ્ન કરવાના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. નવી “સૂચિત લગ્ન નોંધણી પદ્ધતિ” અમલમાં મૂકવા માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવા નિયમો અંગે 30 દિવસ સુધી વાંધા-સૂચનો સ્વીકારવામાં આવશે અને યોગ્ય સૂચનોને આધારે અંતિમ સુધારા કરવામાં આવશે.

સરકારે Gujarat Registration of Marriage Act હેઠળ લગ્ન નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કરી, માતા-પિતાની જાણ અને દસ્તાવેજોની ચકાસણીને વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે. હવે ચાલો ચાર સરળ સ્ટેપમાં નવી પ્રક્રિયા સમજીએ.

સ્ટેપ-1: અરજી અને નોટરાઈઝેશન ફરજિયાત

લગ્ન નોંધણી માટેની અરજી બંને પક્ષકારો (વર-વધુ) અને બે સાક્ષીઓની સહી સાથે જમા કરાવવાની રહેશે.

  • અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરેલી હોવી જોઈએ.
  • ઓળખ પુરાવા તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અથવા સરકાર દ્વારા આપવામાં આવેલ ફોટો આઈડી આપવો પડશે.

આ પણ ખાસ વાંચો:

સ્ટેપ-2[A]: જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજૂ કરવી

લગ્ન નોંધણી અરજી આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર સમક્ષ “નમૂનો-I” મુજબ જમા કરાવવાની રહેશે. સાથે નીચેના દસ્તાવેજો ફરજિયાત રહેશે:

  • વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • લગ્નની કંકોત્રી/આમંત્રણ પત્રિકા
  • વર-વધુના અલગ-અલગ બે પાસપોર્ટ સાઇઝ ફોટા
  • લગ્ન વિધિ દરમિયાનનો ફોટોગ્રાફ
  • સાક્ષીઓના તાજેતરના બે ફોટા
  • માતા-પિતાને લગ્ન અંગે જાણ કરેલ હોવાનો ડિક્લેરેશન

સ્ટેપ-2[B]: માતા-પિતાની માહિતી ફરજિયાત

હવે વર-વધુએ માતા-પિતાના નીચે મુજબના દસ્તાવેજો અને વિગતો આપવી પડશે:

  • માતા/પિતાનું આધાર કાર્ડ
  • પૂરું નામ અને સરનામું
  • મોબાઈલ નંબર

સ્ટેપ-3: 10 દિવસમાં માતા-પિતાને જાણ

  • આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અરજી મળ્યા બાદ 10 કામકાજના દિવસોમાં માતા-પિતાને ઈલેક્ટ્રોનિક અથવા અન્ય સત્તાવાર માધ્યમથી જાણ કરશે.
  • ત્યારબાદ અરજી સંબંધિત જિલ્લા/તાલુકા રજીસ્ટ્રારને મોકલાશે.
  • તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ 30 દિવસ પૂર્ણ થયા પછી જ લગ્ન નોંધણી કરવામાં આવશે.

સ્ટેપ-4: ઓનલાઇન પોર્ટલ અને પ્રમાણપત્ર

  • તમામ વિગતો સરકારના ઓનલાઇન પોર્ટલ પર સિરિયલ નંબર અને વોલ્યુમ સહિત અપલોડ થશે.
  • પ્રક્રિયા પૂર્ણ થયા બાદ “ફોર્મ-2” મુજબ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર તૈયાર થશે.
  • પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે અથવા પોસ્ટ દ્વારા આપવામાં આવશે.

શું બદલાશે નવા નિયમોથી?

નવા નિયમોનો મુખ્ય હેતુ પારદર્શિતા વધારવાનો અને માતા-પિતાની જાણ સાથે કાનૂની પ્રક્રિયા વધુ મજબૂત બનાવવાનો છે. 30 દિવસ સુધી મળનારા વાંધા-સૂચનોના આધારે અંતિમ નિયમો જાહેર થશે.

રાજ્યમાં લગ્ન નોંધણીની પ્રક્રિયામાં આવનાર આ ફેરફાર ભાગીને લગ્નના વધતા કિસ્સાઓ પર નિયંત્રણ લાવશે તેવી સરકારની અપેક્ષા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular