HomeSarkari YojanaGujarat Marriage Certificate 2026: લગ્ન પછી મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું? સંપૂર્ણ...

Gujarat Marriage Certificate 2026: લગ્ન પછી મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું? સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા

WhatsApp Join Now
Telegram Join Here

Gujarat Marriage Certificate 2026 માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કેવી રીતે કરવી, જરૂરી ડોક્યુમેન્ટ્સ લિસ્ટ, પાત્રતા, સમય મર્યાદા અને સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા અહીં જાણો.

Gujarat Marriage Certificate: મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું? જાણો સંપૂર્ણ પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ

લગ્ન બાદ મેરેજ સર્ટિફિકેટ બનાવવું દંપતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા છે. ગુજરાતમાં મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું માત્ર એક ઔપચારિક દસ્તાવેજ નથી, પરંતુ પાસપોર્ટ, વિઝા, બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ, ઇન્શ્યોરન્સ ક્લેમ અને વિવિધ સરકારી યોજનાઓમાં લાભ લેવા માટે અનિવાર્ય લીગલ પ્રૂફ તરીકે કામ કરે છે. તેથી લગ્ન પછી સમયસર મેરેજ સર્ટિફિકેટ બનાવવું ખૂબ જરૂરી માનવામાં આવે છે.

મેરેજ સર્ટિફિકેટ માટેની પાત્રતા (Eligibility)

  • યુવતીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ
  • યુવકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ

જરૂરી ડોક્યુમેન્ટ્સ લિસ્ટ (Document Checklist)

અરજી કરતા પહેલા નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા ખૂબ જરૂરી છે:

  • પતિ અને પત્નીનો ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર અથવા ધોરણ 10ની માર્કશીટ)
  • બંનેનો આધાર કાર્ડ (ઓળખનો પુરાવો)
  • પતિ-પત્નીના અલગ-અલગ 4-4 પાસપોર્ટ સાઈઝ ફોટા
  • લગ્ન સમયના 2 સંયુક્ત ફોટા (ચહેરા સ્પષ્ટ દેખાતા)
  • લગ્નનું કંકોતરી / વેડિંગ કાર્ડની નકલ
  • બે સાક્ષીઓ અને તેમના ઓળખના પુરાવા

મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરવાની પ્રોસેસ

ઓનલાઈન અરજી પ્રક્રિયા

ગુજરાતમાં મેરેજ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે. અરજી કરવા માટે પહેલા સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સ્થાનિક શાસન સંસ્થાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ‘Marriage Registration’ વિભાગમાં ફોર્મ ભરવું પડે છે. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ રાખવી જરૂરી રહે છે અને ઘણી વખત અંતિમ વેરિફિકેશન માટે દંપતીએ રજીસ્ટ્રાર કચેરીએ હાજર રહેવું પડે છે.

ઓફલાઈન અરજી પ્રક્રિયા

ઓફલાઈન અરજી કરવા માટે પોતાના નજીકના મેરેજ રજીસ્ટ્રાર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા ગ્રામ પંચાયત ખાતે જઈને ફોર્મ મેળવવું પડે છે. ફોર્મમાં તમામ માહિતી ભરીને જરૂરી દસ્તાવેજો અને સાક્ષીઓની વિગતો સાથે જમા કરાવ્યા બાદ કચેરી દ્વારા ચકાસણી કરવામાં આવે છે અને પ્રક્રિયા પૂર્ણ થયા પછી મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવે છે.

આ પણ ખાસ વાંચો:

સમય મર્યાદા અને મહત્વપૂર્ણ નિયમો

  • લગ્નના 30 દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવવું સૌથી યોગ્ય
  • 30 દિવસ પછી લેટ ફી સાથે અરજી કરી શકાય
  • લાંબા સમય પછી અરજી માટે અધિકારીની મંજૂરી જરૂરી પડી શકે

નોંધનીય છે કે ઓનલાઈન અરજી કર્યા બાદ પણ ઘણી વખત ફાઈનલ વેરિફિકેશન માટે દંપતીએ એકવાર રજીસ્ટ્રાર ઓફિસે રૂબરૂ જવું પડે છે. તેથી તમામ ડોક્યુમેન્ટ્સ સાચા અને પૂર્ણ રાખવા ખૂબ જ જરૂરી છે, જેથી મેરેજ સર્ટિફિકેટની પ્રક્રિયા ઝડપી અને સરળ રીતે પૂર્ણ થઈ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular