T20 World Cup 2026 Schedule જાહેર: 20 ટીમો, સ્કોટલેન્ડની એન્ટ્રી અને IND-PAK મેચ શ્રીલંકામાં

T20 World Cup 2026 Schedule જાહેર થઈ ગયું છે, 20 ટીમો ચાર ગ્રુપમાં, સ્કોટલેન્ડની નવી એન્ટ્રી અને IND-PAK હાઈ વોલ્ટેજ મેચ શ્રીલંકામાં રમાશે — સંપૂર્ણ અપડેટ અને ફોર્મેટ વિગતો અહીં વાંચો.

ક્રિકેટ ચાહકો માટે મોટી અપડેટ સામે આવી છે. ICC દ્વારા T20 વર્લ્ડ કપ 2026નું અપડેટેડ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ટૂર્નામેન્ટની રચના, ગ્રુપ વિતરણ અને મેચ સ્થળોને લઈને મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ વખતનું વર્લ્ડ કપ વધુ રોમાંચક બનવાનું છે કારણ કે કુલ 20 ટીમો ચાર અલગ-અલગ ગ્રુપમાં ટકરાશે.

ટૂર્નામેન્ટ ફોર્મેટ મુજબ દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો Super 8 સ્ટેજમાં પ્રવેશ કરશે. ત્યારબાદ Super 8ના બે ગ્રુપમાંથી બે-બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરશે અને અંતે ટોચની બે ટીમો વચ્ચે ફાઇનલ રમાશે.

T20 World Cup 2026 Schedule: T20 વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ

તારીખમેચસ્થળ
શનિવાર, 7 ફેબ્રુઆરીપાકિસ્તાન v નેધરલેન્ડSSC, કોલંબો
શનિવાર, 7 ફેબ્રુઆરીવેસ્ટ ઇન્ડિઝ v સ્કોટલેન્ડકોલકાતા
શનિવાર, 7 ફેબ્રુઆરીભારત v USAચેન્નાઈ
રવિવાર, 8 ફેબ્રુઆરીન્યૂઝીલેન્ડ v અફઘાનિસ્તાનચેન્નાઈ
રવિવાર, 8 ફેબ્રુઆરીઇંગ્લેન્ડ v નેપાળમુંબઈ
રવિવાર, 8 ફેબ્રુઆરીશ્રીલંકા v આયર્લેન્ડપ્રેમદાસા, કોલંબો
સોમવાર, 9 ફેબ્રુઆરીસ્કોટલેન્ડ v ઇટાલીકોલકાતા
સોમવાર, 9 ફેબ્રુઆરીઝિમ્બાબ્વે v ઓમાનSSC, કોલંબો
સોમવાર, 9 ફેબ્રુઆરીદક્ષિણ આફ્રિકા v કેનેડાઅમદાવાદ
મંગળવાર, 10 ફેબ્રુઆરીનેધરલેન્ડ v નામીબિયાદિલ્લી
મંગળવાર, 10 ફેબ્રુઆરીન્યૂઝીલેન્ડ v UAEચેન્નાઈ
મંગળવાર, 10 ફેબ્રુઆરીપાકિસ્તાન v USASSC, કોલંબો
બુધવાર, 11 ફેબ્રુઆરીદક્ષિણ આફ્રિકા v અફઘાનિસ્તાનઅમદાવાદ
બુધવાર, 11 ફેબ્રુઆરીઓસ્ટ્રેલિયા v આયર્લેન્ડપ્રેમદાસા, કોલંબો
બુધવાર, 11 ફેબ્રુઆરીઇંગ્લેન્ડ v વેસ્ટ ઇન્ડિઝમુંબઈ
ગુરુવાર, 12 ફેબ્રુઆરીશ્રીલંકા v ઓમાનકૅન્ડી
ગુરુવાર, 12 ફેબ્રુઆરીનેપાળ v ઇટાલીમુંબઈ
ગુરુવાર, 12 ફેબ્રુઆરીભારત v નામીબિયાદિલ્લી
શુક્રવાર, 13 ફેબ્રુઆરીઓસ્ટ્રેલિયા v ઝિમ્બાબ્વેપ્રેમદાસા, કોલંબો
શુક્રવાર, 13 ફેબ્રુઆરીકેનેડા v UAEદિલ્લી
શુક્રવાર, 13 ફેબ્રુઆરીUSA v નેધરલેન્ડચેન્નાઈ
શનિવાર, 14 ફેબ્રુઆરીઆયર્લેન્ડ v ઓમાનSSC, કોલંબો
શનિવાર, 14 ફેબ્રુઆરીઇંગ્લેન્ડ v સ્કોટલેન્ડકોલકાતા
શનિવાર, 14 ફેબ્રુઆરીન્યૂઝીલેન્ડ v દક્ષિણ આફ્રિકાઅમદાવાદ
રવિવાર, 15 ફેબ્રુઆરીવેસ્ટ ઇન્ડિઝ v નેપાળમુંબઈ
રવિવાર, 15 ફેબ્રુઆરીUSA v નામીબિયાચેન્નાઈ
રવિવાર, 15 ફેબ્રુઆરીભારત v પાકિસ્તાનપ્રેમદાસા, કોલંબો
સોમવાર, 16 ફેબ્રુઆરીઅફઘાનિસ્તાન v UAEદિલ્લી
સોમવાર, 16 ફેબ્રુઆરીઇંગ્લેન્ડ v ઇટાલીકોલકાતા
સોમવાર, 16 ફેબ્રુઆરીઓસ્ટ્રેલિયા v શ્રીલંકાકૅન્ડી
મંગળવાર, 17 ફેબ્રુઆરીન્યૂઝીલેન્ડ v કેનેડાચેન્નાઈ
મંગળવાર, 17 ફેબ્રુઆરીઆયર્લેન્ડ v ઝિમ્બાબ્વેકૅન્ડી
મંગળવાર, 17 ફેબ્રુઆરીસ્કોટલેન્ડ v નેપાળમુંબઈ
બુધવાર, 18 ફેબ્રુઆરીદક્ષિણ આફ્રિકા v UAEદિલ્લી
બુધવાર, 18 ફેબ્રુઆરીપાકિસ્તાન v નામીબિયાSSC, કોલંબો
બુધવાર, 18 ફેબ્રુઆરીભારત v નેધરલેન્ડઅમદાવાદ
ગુરુવાર, 19 ફેબ્રુઆરીવેસ્ટ ઇન્ડિઝ v ઇટાલીકોલકાતા
ગુરુવાર, 19 ફેબ્રુઆરીશ્રીલંકા v ઝિમ્બાબ્વેપ્રેમદાસા, કોલંબો
ગુરુવાર, 19 ફેબ્રુઆરીઅફઘાનિસ્તાન v કેનેડાચેન્નાઈ
શુક્રવાર, 20 ફેબ્રુઆરીઓસ્ટ્રેલિયા v ઓમાનકૅન્ડી
શનિવાર, 21 ફેબ્રુઆરીY2 v Y3પ્રેમદાસા, કોલંબો
રવિવાર, 22 ફેબ્રુઆરીY1 v Y4કૅન્ડી
રવિવાર, 22 ફેબ્રુઆરીX1 v X4અમદાવાદ
સોમવાર, 23 ફેબ્રુઆરીX2 v X3મુંબઈ
મંગળવાર, 24 ફેબ્રુઆરીY1 v Y3કૅન્ડી
બુધવાર, 25 ફેબ્રુઆરીY2 v Y4પ્રેમદાસા, કોલંબો
ગુરુવાર, 26 ફેબ્રુઆરીX3 v X4અમદાવાદ
ગુરુવાર, 26 ફેબ્રુઆરીX1 v X2ચેન્નાઈ
શુક્રવાર, 27 ફેબ્રુઆરીY1 v Y2પ્રેમદાસા, કોલંબો
શનિવાર, 28 ફેબ્રુઆરીY3 v Y4કૅન્ડી
રવિવાર, 1 માર્ચX2 v X4દિલ્લી
રવિવાર, 1 માર્ચX1 v X3કોલકાતા
બુધવાર, 4 માર્ચસેમિફાઈનલ 1અમદાવાદ
ગુરુવાર, 5 માર્ચસેમિફાઈનલ 2મુંબઈ
રવિવાર, 8 માર્ચફાઈનલઅમદાવાદ/કોલંબો

આ અપડેટમાં સૌથી મોટો ફેરફાર બાંગ્લાદેશ ટીમને લઈને થયો છે. 24 જાન્યુઆરીએ બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી ઔપચારિક રીતે બહાર થઈ ગયું, કારણ કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા કારણોસર ભારતમાં મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. ICC દ્વારા સ્થિતિની સમીક્ષા છતાં શેડ્યૂલમાં ફેરફાર ન થતાં, બાંગ્લાદેશની જગ્યાએ હવે સ્કોટલેન્ડને તક આપવામાં આવી છે.

આ પણ ખાસ વાંચો:

સ્કોટલેન્ડ હવે ગ્રુપ Cમાં ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ અને ઇટાલી સાથે રમશે. અન્ય તમામ ગ્રુપ અને ટૂર્નામેન્ટ સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રુપ સ્ટેજ દરમિયાન દરરોજ ત્રણ મેચ યોજાવાની છે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યા છે.

પાકિસ્તાન ટીમને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પાકિસ્તાન પોતાની તમામ મેચો શ્રીલંકામાં રમશે, જેમાં ભારત–પાકિસ્તાન હાઈ-વોલ્ટેજ મુકાબલો પણ સામેલ છે. જો પાકિસ્તાન સેમિફાઇનલ અથવા ફાઇનલમાં પહોંચે, તો તે મેચો પણ શ્રીલંકામાં જ યોજાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં ન પહોંચે, તો ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેતી ટીમો

ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઇન્ડીઝ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, કેનેડા, નેધરલેન્ડ્સ, ઇટાલી, ઝિમ્બાબ્વે, નામિબિયા, નેપાળ, ઓમાન અને યુએઈ.

ગ્રુપ મુજબ ટીમો

ગ્રુપ A: ભારત, યુએસએ, પાકિસ્તાન, નામિબિયા, નેધરલેન્ડ્સ
ગ્રુપ B: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે, ઓમાન
ગ્રુપ C: ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સ્કોટલેન્ડ, નેપાળ, ઇટાલી
ગ્રુપ D: ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, કેનેડા, યુએઈ

મેચ સ્થળો

ભારત: દિલ્હી, અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા
શ્રીલંકા: કોલંબો (પ્રેમાદાસા સ્ટેડિયમ, SSC) અને કેન્ડી

આ વખતે T20 વર્લ્ડ કપ માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ રાજકીય અને સુરક્ષા મુદ્દાઓને કારણે પણ ચર્ચામાં છે. સ્કોટલેન્ડની એન્ટ્રી અને પાકિસ્તાન માટે અલગ આયોજન ટૂર્નામેન્ટને વધુ રસપ્રદ બનાવે છે. હવે ફેન્સને રાહ છે મેદાન પર થનારા ધમાકેદાર મુકાબલાની.

Leave a Comment